Friday, 1 March 2013

તું દર્દ એટલું દે કે હું જીરવી શકું


તું દર્દ એટલું દે કે હું જીરવી શકું ,

દે બોજ એટલો કે હું ઉચકી શકું

તું કસમ દે એવી જે પૂરી કરી શકું

તોફાની દરિયા માં ક્યાં લાગી

હું કસ્તી કાગળની બચાવી શકું

હિમાલય ની ગોદ માં બેસી

ક્યાં લગી હું ઉષ્મા મેળવી શકું

કહું છું ઉછળી ઉછળી ઉછાળમાં

આ દિલ છે મારું

હું પંણ માણસ છું ક્યાં લગી જીરવી શકું???

Thursday, 7 February 2013

અંત એજ છે બધાનો




કાળા, ધોળાને ખોટા કરી,
સફળતા ના શિખર ઉપર,

આજ તું પહોચી  ગયો,
પાછુ જો તો ખરો,

કઈ કેટલીય લાશ ઉપર
પગ મૂકી આગળ વધી ગયો

ભાઈ-બેહેન સગા ને દુર્ર કરી
આ તે કઈ મંજિલ ઉપર પહોચી ગયો?

સિકંદર પણ આવાજ  રસ્તે ચાલ્યો હતો
અંતે ખાલી હાથ જતો રહયો

યાદ રાખ અંત એજ છે આ બધનો
કાં તું એ ભુલીગયો...........



DILIP THAKKAR

Wednesday, 1 August 2012

દુનિયા આમજ ચાલે છે

તું ક્યાં છે તે ઓળખ,
 દુનિયા આમજ ચાલે છે..

છે ચેહરા પર મુખોટો..
બધું આમજ ચાલે છે..

હાથ ક્યાં કેટલા પછાડીસ?
થાક તો તને પણ લાગે છે

તો દે ફેકી ઉતાર આ મુખવટો,
છોડ આ દોહરી જીંદગી ,
આપી જેણે આ જીંદગી, 
તે રાખશે ધ્યાન તારું,

તું સાને ચિંતા કરે,
ચિંતા ચિતા સમાન,
ને જા કર ફરીથી કોશિશ..


દુનિયા આમજ ચાલે છે..........